સુસ્વાગતમ..

મારા વ્હાલા સાથીઓ, જ્ઞાતિબંધુઓ

લગભગ ૫૦૦૦ કુટુંબોનું સંખ્યાબળ ધરાવતો આપણો સમાજ સમસ્ત રઘુવંશી લોહાણા માં એક આગવી ઓળખ ધરાવે છે . શ્રી અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજન અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ કરી સમાજને સંગઠનનું બળ પુરું પાડે છે. આપણા વડીલો અને સમાજ ના સૂત્રધારોએ સખત પરિશ્રમ કરીને સમાજનું સિંચન કર્યું છે જેના ફળસ્વરૂપે આજે આપણે સૌ સમાજ ના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ બન્યા છીએ. શિક્ષણ નિધિ, આરોગ્ય નિધિ, સામાજિક સુરક્ષા યોજના , સમુહલગ્ન , વિદ્યા સંકુલ , સમાજનું આગવું મુખપત્ર જેવા સમાજના વિવિધ રચનાત્મક કાર્યો આપણા સમાજને એક નવી ગરિમા પ્રદાન કરે છે. આ પરિવાર પરિચય વેબ ડેટા બેંક જ્ઞાતિજનોને વિવિધ રીતે ઉપયોગી થશે

આવો, આપણે સૌ સાથે મળીને તન, મન અને ધનથી સમાજના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીએ.

આપ સૌના સતત સહકાર ની અપેક્ષા સહ,

- વૈકુંઠરામ ગણપતરામ આચાર્ય

ઈતિહાસ

શ્રી અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજન - પૃષ્ઠભૂમિ (અતિત)
૧૯૬૫ એટલે કે ૪૭ વર્ષથી કાર્યરત આપણા મહાજન વિષે માહિતગાર કરતા ધન્યતા અનુભવીએ છીએ. 'શ્રી સમસ્ત કચ્છ વાગડ લોહાણા મહાજન' અગાઉ મોટા મહાજનના ...

વધુ વાંચો

પ્રવૃત્તિઓ

શ્રી અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજન દ્વારા અનેક સમાજ ઉપયોગી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. સામાજીક સુરક્ષા યોજના એ સમાજ ના ભાઈઓને સુરક્ષા કવચ પુરૂ પાડે છે.સંસ્થાનું મુખપત્ર તમામ સભ્ય કુટુંબો વચ્ચે આત્મીયતા...

વધુ વાંચો

અમર રઘુવંશમ્

વ્હાલા સભ્યશ્રીઓ,
અમર રઘુવંશમ્ એ અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજન ના તમામ સભ્યોની વિચારધારાને વાચા આપતું મુખ પત્ર છે.સમાજની વિવિધ પ્રવૃત્તિઓ,સમાજ માં બનતા સારા નરસા બનાવો અને સમાજ ઉપયોગી કાર્યોથી આપણું મુખપત્ર...

વધુ વાંચો

પરિવાર

ગુજરાતમાં વસતા અંદાજીત ૫૦૦૦ જેટલા વાગડ લોહાણાના કુટુંબોને એકબીજા ની માહિતી સરળતાથી પ્રાપ્ત થઇ શકે અને કુટુંબો વચ્ચે આત્મીયતા વધે તેવા શુભ આશયથી સારાયે કુટુંબોના તમામ સભ્યોની સંપૂર્ણ...

વધુ વાંચો રજીસ્ટ્રેશન ફોર્મ

સામાજીક સુરક્ષા યોજના

“શ્રી રઘુવંશી લોહાણા સામાજિક સુરક્ષા યોજના “ આપણા સમાજની વિશિષ્ઠ અને પવિત્ર યોજના વિષે આપને માહિતગાર કરતા ધન્યતા અનુભવું છું. ભાતૃભાવ , વીમો અને બચત એમ ત્રણ દ્રષ્ટિકોણ થ્રી તૈયાર કરેલ આ યોજના આગવું બંધારણ ધરાવે છે.

વધુ વાંચો

આપનો અભિપ્રાય / સુચન

શ્રી અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજન દ્વારા ચાલતી વિવિધ પ્રવૃત્તિઓથી આપ માહિતગાર હશો જ. આપણા સમાજ નું સંગઠન વધુ ને વધુ મજબુત બને તે હેતુ થી વિવિધ સેવાકીય તથા...

વધુ વાંચો