શિક્ષણ સમિતિ
Kantilal Acharya શ્રી કાન્તિલાલ ફૂલચંદભાઈ આચાર્ય,
ચેરમેન શ્રી,

પત્ર વ્યવહાર નું સરનામું :
મારૂતિ ભુવન, પ્લોટ નં.- ૨૦૨,
વોર્ડ નં. ૧૨/બી, શિવાજી પાર્ક સામે,
ગાંધીધામ (કચ્છ).
સંપર્ક : ૯૮૨૫૨૧૦૩૫૦


આદરણીય જ્ઞાતિબંધુઓ,

        એકવીસમી સદી એ જ્ઞાનની સદી છે. કોમ્યુનિકેશન સ્કીલ અને સામાન્ય જ્ઞાન તથા તાર્કિક જવાબોમાં માસ્ટરી મેળવી કેટલાય યુવાનો સરકારી અને બિનસરકારી ક્ષેત્રોમાં ખુબ સારા હોદ્દાઓ ઉપર સુંદર નોકરીઓ મેળવી રહ્યા છે. મારે બહુ દુ:ખ સાથે કહેવું પડે છે કે આપણા સમાજમાં માર્ગદર્શન અને વ્યવસ્થાના અભાવે તેમજ ભવિષ્યના મુંઝવતા પ્રશ્નો ને લીધે કારકિર્દીને યોગ્ય ન્યાય આપી શકાતો નથી. નોકરીઓની વિપુલ તકો ઉપલબ્ધ છે આગામી અંકોમાં ક્રમશ: શિક્ષણને લગતા લેખો પ્રસિદ્ધ કરીશું. આપણા શિક્ષિત સમાજમાંથી પણ શિક્ષણને લગતા લેખો આવકારીએ છીએ. જેને આ કોલમ અંતર્ગત યથોચિત રીતે પ્રસિદ્ધ કરવામાં આવશે.

        શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષે કારકિર્દીના ઉચ્ચતમ શિખરો સર કરતાં આપણા સમાજના તેજસ્વી તારલાઓને સમુહ લગ્નના દિવસે સન્માનિત કરવામાં આવે છે. આ ઉપરાંત શિક્ષણ સમિતિ દ્વારા જરૂરીયાત મંદ વિદ્યાર્થીઓને આપણી સંસ્થા દ્વારા આર્થિક સહાય પણ આપવામાં આવે છે. - અસ્તુ.

સતત આપની સેવામાં ,
-કાન્તિલાલ ફૂલચંદભાઈ આચાર્ય