ઈતિહાસ

શ્રી અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજન - પૃષ્ઠભૂમિ (અતિત)



        ૧૯૬૫ એટલે કે ૪૭ વર્ષથી કાર્યરત આપણા મહાજન વિષે માહિતગાર કરતા ધન્યતા અનુભવીએ છીએ. 'શ્રી સમસ્ત કચ્છ વાગડ લોહાણા મહાજન' અગાઉ મોટા મહાજનના હુલામણા અને ટૂંકા નામે કાર્યરત હતું.

        મૂળ વાગડ વિસ્તાર માંથી આવી સમગ્ર ગુજરાતમાં તથા બહાર વસતા આપણા જ્ઞાતિજનોના રીત રીવાજો વિસ્તાર મુજબ અલગ હતા.જેની વિસંગતતાને કારણે દરેક ગામોના મહાજનશ્રીઓ વચે વૈમનશ્ય પેદા થતું હતું. જેને એકરૂપ કરવા સ્વ.શ્રી ઠાકરશીભાઈ પીતાંબરદાસ રતાણી હારીજવાળા ની આગવી સૂઝબૂઝના કારણે તેમણે સમસ્ત મહાજનશ્રીઓના પ્રતિનિધીઓને લોટેશ્વરધામે આમંત્રિત કરી એક સંગઠન ઊભું કર્યું અને 'શ્રી સમસ્ત કચ્છ વાગડ લોહાણા મહાજન' ના નામ થી મોટું મહાજન સ્થાપિત કર્યું.ત્યારબાદ છ એક મહિના પછી કટાવ ધામે 'શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન' ના પ્રતિનીધીઓની ફરી બેઠક મળી જેને એકરૂપ કરવા તથા ઘડાયેલ નિયમોનું ચુસ્તપણે પાલન થાય તેજ મોટા મહાજનશ્રીનો મુખ્ય હેતુ હતો.

        માત્ર રૂ. ૫/- ચુલાવેરો એકત્ર કરી આપણું મહાજન નિયમિત રીતે કાર્યરત રેહતું,ચુલાવેરાને આધારે ગામવાર કુટુંબની સંખ્યા નક્કી થતી અને તે મુજબ ગામ વાર પ્રતિનિધિઓ વર્ષાન્તે એક વખત મળી નિયમોમાં યોગ્ય સુધારા વધારા કરવામાં આવતા. મોટી સભ્ય સંખ્યા ધરાવતા હારીજ ગામમાંથી હોદ્દેદારોની વરણી સર્વાનુમતે કરવામાં આવતી.

        એ ક્રમશ: મહાજનના હોદ્દેદારો તરીકે રહી મહાજન ને યોગ્ય માર્ગદર્શન આપતા.જ્ઞાતિ રીવાજોના ચુસ્ત પાલન માં વિખવાદ અને મતભેદ હતા.જેથી મહાજન ની મીટીંગ નિયમિત મળવાનું બંધ થયું. સમાજ ને કેવળ રીતિરીવાજો અને તેના પાલન ના બદલે હકારાત્મક અને સમાજ ઉપયોગી કાર્ય માટે કાર્યરત કરવાની જરૂરિયાત ઉભી થતા તા. ૪-૧-૨૦૦૪ ના રોજ રાધનપુર મુકામે મીટીંગ બોલવામાં આવી અને ત્યારથી મહાજનનું નામ સુધારી 'શ્રી અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજન' રાખવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું.