શ્રી રઘુવંશી લોહાણા સામાજિક સુરક્ષા યોજના
Chintanbhai ચેરમેન : શ્રી ચિંતનભાઈ આર. સચદે
ડીસા.
મો : ૯૮૨૫૯૫૮૮૦૧ , ૯૪૨૬૩૩૬૮૦૧


આત્મીય જ્ઞાતિબંધુઓ,

“શ્રી રઘુવંશી લોહાણા સામાજિક સુરક્ષા યોજના “ આપણાસમાજની વિશિષ્ઠ અને પવિત્ર યોજના વિષે આપને માહિતગાર કરતા ધન્યતા અનુભવું છું.

ભાતૃભાવ , વીમો અને બચત એમ ત્રણ દ્રષ્ટિકોણ થ્રી તૈયાર કરેલ આ યોજના આગવું બંધારણ ધરાવે છે.


૧. ભાતૃભાવ :

સમાજનો એક વ્યક્તિ બીજી વ્યક્તિને શુભ પ્રસંગે ચાંદલો કે ભેટ આપી ઉપયોગી થઇ શકે છે. મરણ પ્રસંગે આવી કોઈ યોજના નથી. આ યોજના સમાજનો એક વ્યક્તિ બીજી વ્યક્તિને મરણ પ્રસંગે ઉપયોગી થાય તે પવિત્ર ભાવને લક્ષમાં રાખીને બનાવવામાં આવી છે. આ યોજના ના કોઈ પણ સભ્ય નું દાખલ થયાના ૩૬૫ દિવસ બાદ મરણ થાય તો આ યોજના ગુજારનાર સભ્યના વારસદારને પ્રાર્થના સભા, બેસણું કે દશાના દિવસે રૂપિયા એક લાખ પુરા ચૂકવી આપે છે. અને વર્ષ દરમિયાન થયેલ અવસાન X ૫૦ કરીને બિલ બનાવી દરેક સભ્યો પાસેથી એકત્ર કરે છે. તા. ૩૧/૧૨/૨૦૧૭ ના રોજ હયાત સભ્ય સંખ્યા ૨૫૦૦ થવાથી તા. ૦૧/૦૧/૨૦૧૮ પછી ગુજરનારના વારસદારને રૂપિયા એકલાખ ના બદલે વધારી સવા લાખ ચુકવવામાં આવશે અને હયાત સભ્ય સંખ્યા ૩૦૦૦ થયે થી રૂ. ૧,૫૦,૦૦૦/-(દોઢ લાખ) કરવામાં આવશે.



૨. વીમો :

દર વર્ષે મૃત્યુફાળો તથા વહીવટી ખર્ચ ની રકમ નું બીલ બને છે, જે સભ્ય વ્યક્તિ પ્રીમીયમ ભરી પોતાનો વીમો ઉતરાવે છે. જે અવસાન થયે ગુજારનાર ના વારસદાર ને રૂપિયા સવા લાખ થઇ પરત મળે છે જે રકમ ભવિષ્યે વધી શકે છે.

અકસ્માત વીમો :
યોજનાના તમામ સભ્યો થી નેશનલ ઇન્સ્યોરન્સ કુ. ના અકસ્માત ગ્રુપ વીમાનું રૂપિયા એક લાખનું એક્સ્ટ્રા કવચ મેળવે છે. જેનું પ્રીમીયમ દર પાંચ વર્ષે વાર્ષિક બીલ માં ઉમેરવામાં આવે છે. અકસ્માતે ગુજારનાર ના વારસદારને વીમાં કંપની ચુકવે તે વધારાના એક લાખ પણ ચુકાવવામાં આવે છે. આ યોજનાના સભ્ય ૧) કાંતાબેન બાબુલાલ મીરાણી , રાધનપુરનું મકાનનું ધાબુ તૂટવાથી અવસાન થયેલ અને ૨) મુક્તાબેન દિનેશચંદ્ર ઠક્કર મુ. સેલારી તા. રાપર કે જેઓ નું લપસી પડવાથી અવસાન થયેલ. ૩) મનોજભાઈ ગણેશભાઈ ભીન્ડે ,રાજકોટ અને ૪) અશ્વિનકુમાર ગણેશભાઈ આચાર્ય , ડીસા અક્સમાતે મૃત્યુ પામેલ. આ ચારે કેસમાં વિમા કંપનીએ ક્લેમ ચૂકવી આપતા આ યોજનાએ વારસદારોને વધારાના એક એક લાખ ચૂકવી આપેલ છે.



૩. બચત.

દર વર્ષે ભરતા બીલ ની રકમ ની બચત સભ્યનું અવસાન થયે વારસદારને રૂપિયા સવા લાખ થઈ પરત મળે છે જે રકમ ભવિષ્યે વધી શકે છે.

લાભાર્થી સભ્ય :
સમાજના એક સભ્ય નું પ્રિમીયમ બીજા સભ્ય ભરે છે. ભરનાર વ્યક્તિને લાભાર્થી સહાયક અને જેમનું પ્રિમીયમ ભરાય છે તેમને લાભાર્થ્રી સભ્ય તરીકે દાખલ કરવામાં આવે છે. લાભાર્થ્રી સહાયક ને લાભાર્થ્રી સભ્યનું નામ જણાવવામાં આવતું નથી.

સભ્ય જાળવણી :
યોજનાની સભ્ય સંખ્યા જળવાઈ રહે તે હેતુથી ગુજરનારના પરિવાર માં થ્રી એક સભ્યને આ યોજનામાં જોડવામાં આવે છે. જેથી પ્રાર્થનાસભા વખતે રૂપિયા ૧,૦૦,૦૦૦ તાત્કાલિક ચુકવવામાં આવે છે, ત્યારબાદ તેમના પરિવારમાં થી દાખલ થતા વ્યક્તિના વય મુજબ આજીવન સભ્ય ની રકમ , ગુજારનાર ની બાકી મૃત્યુફાળા ની રકમ વિગેરેનો હિસાબ કરી મૃત્યુ પ્રમાણપત્ર તથા મહાજન શ્રી નો ભલામણ પત્ર મળે થી બાકી ની રકમ ચુકવવામાં આવે છે.

બેન્કર્સ :
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાવર પેક ખાતા નંબર ૩૨૩૮૯૨૯૨૩૦૧ અને બચત ખાતા નંબર ૩૦૨૨૬૦૬૨૪૧૩ તથા બેંક ઓફ બરોડા બચત ખાતા નંબર ૦૯૫૮૦૧૦૦૦૦૩૧૪૧, તથા દેના-ગુજરાત ગ્રામિણ બેંક બચત ખાતા નંબર ૭૩૬૫૧૦૦૦૪૩૫૧ થી યોજના "શ્રી રઘુવંશી લોહાણા સામાજિક સુરક્ષા યોજના" એ નામે ઓનલાઈન એકાઉન્ટ ધરાવે છે જેમાં સભ્ય પોતે પોતાના ગામમાં પૈસા ભરી શકે છે, અને તેની ઓરીજીનલ પાવતી કાર્યાલયે મોકલી પહોંચ મેળવી શકે છે. સલામતી ખાતર બેંક પાવતીની ઝેરોક્ષ સાચવી રાખવી હિતાવહ છે.

સભ્ય માહિતી :
તા: ૩૧-૦૧-૧૮ ની સ્થિતિએ કુલ ૨૫૦૭ સભ્ય હયાત છે. જેમાંથી ૧૩૪૦ વાર્ષિક સભ્યો,૨૯ વાર્ષિક લાભાર્થી સભ્યો,૯૭૫ આજીવન સભ્યો,૧૬૩ આજીવન લાભાર્થી સભ્યો.

અવસાન પામેલ સભ્યોના વારસદારોને નીચે મુજબ લાભની રકમ અત્યાર સુધી ચૂકવાયેલ છે.

વર્ષ સભ્ય રકમ
૨૦૦૭-૦૮ ૧૬ ૧૪,૦૪,૦૦૦/-
૨૦૦૮-૦૯ ૧૩ ૧૧,૫૩,૩૦૦/-
૨૦૦૯-૧૦ ૨૫ ૨૫,૦૦,૦૦૦/-
૨૦૧૦-૧૧ ૨૩ ૨૩,૦૦,૦૦૦/-
૨૦૧૧-૧૨ ૧૯ ૧૯,૦૦,૦૦૦/-
૨૦૧૨-૧૩ ૧૬ ૧૬,૦૦,૦૦૦/-
૨૦૧૩-૧૪ ૧૯ ૧૯,૦૦,૦૦૦/-
૨૦૧૪-૧૫ ૨૧ ૨૧,૦૦,૦૦૦
૨૦૧૫-૧૬ ૨૧ ૨૧,૦૦,૦૦૦
૨૦૧૬-૧૭ ૨૮ ૨૮,૦૦,૦૦૦
૨૦૧૭-૧૮ ૨૪ ૨૪,૦૦,૦૦૦
કુલ ૨૨૫ ૨,૨૧,૫૭,૩૦૦


૪. સભ્યપદ મેળવવા માટે જરૂરી બાબતો :

૧) ગુજરાતમાં વસતા કચ્છ વાગડ લોહાણા જ્ઞાતિની ૧૮ વર્ષથી ૬૦ વર્ષ વચ્ચેની ઉમરની વ્યક્તિ આ યોજના માં સભ્ય બની શકશે.
૨) નિયત નમૂનાનું પ્રવેશ ફોર્મ ભરી બે પાસપોર્ટ સાઈઝના રંગીન ફોટોગ્રાફ સાથે ઉમર નો આધાર રજુ કરવાનો રહેશે.
૩) નીચે મુજબ ફી ભરપાઈ કરી બે પૈકી કોઈપણ એક પ્રકારે સભ્ય બની શકાય છે.

તા. ૦૧-૦૪-૨૦૧૬ થી અમલ મા આવેલ ફી અને પ્ર​વેશના ધોરણો નીચે મુજબ છે.

વયમર્યાદા આજીવન સભ્ય ફી વાર્ષિક પ્રથમ વર્ષ સભ્ય ફી
ઉ.વ. ૧૮ થી ૨૯ વર્ષ ૧૧ માસ ૨૯ દિવસ સુધી ૧૧૦૦૦/- ૧૬૫૦/-
ઉ. વ. ૩૦ થી ૩૯ વર્ષ ૧૧ માસ ૨૯ દિવસ સુધી ૧૩૦૦૦/- ૧૬૫૦/-
ઉ.વ. ૪૦ થી ૪૪ વર્ષ ૧૧ માસ ૨૯ દિવસ સુધી ૧૫૦૦૦/- ૧૬૫૦/-
ઉ.વ. ૪૫ થી ૪૯ વર્ષ ૧૧ માસ ૨૯ દિવસ સુધી ૧૭૫૦૦/- ૨૬૫૦/-
ઉ.વ. ૫૦ થી ૫૪ વર્ષ ૧૧ માસ ૨૯ દિવસ સુધી
એક અન્ય ૪૫ વર્ષથી નીચેની વયની વ્યક્તિ સાથે જ યોજના માં જોડાઈ શકશે.
૧૭૫૦૦/- ૨૬૫૦/-
ઉ.વ. ૫૫ થી ૫૯ વર્ષ ૧૧ માસ ૨૯ દિવસ સુધી
બે અન્ય ૪૫ વર્ષથી નીચેની વયની વ્યક્તિ સાથે જ યોજના માં જોડાઈ શકશે.
૧૭૫૦૦/- ૨૬૫૦/-
-- આર્થીક રીતે પ્રીમીયમ ન ભરી શકનાર આ યોજના માં લાભાર્થી સભ્ય તરીકે દાખલ થઇ શકે છે. જેઓની ફી અને બીલની રકમ સમાજના અન્ય આર્થીક રીતે સક્ષમ વ્યક્તિ ભરશે. આવા પ્રવેશ ફોર્મ લાભાર્થી સભ્ય પ્રતીક્ષા યાદીમાં રહે છે અને ક્રમાનુસાર દાખલ કરવામાં આવે છે. અવસાન બાદ લાભ લાભાર્થી સભ્યના પરિવાર ને મળે છે.અને એક અન્ય લાભાર્થી સભ્યને દાખલ કરવામાં આવે છે.


૫. આ યોજનાનું ભાવી આયોજન :

૧)જેમ જેમ સભ્યવૃદ્ધિ થશે મૃત્યુ ફાળાની રકમ માં ઘટાડો કરવામાં આવશે જેથી બીલ ભરનારની વાર્ષિક રકમ ઘટશે.મૃત્યુ ફાળો મૃત્યુદીઠ આજે ૫૦/- થયેલ છે,જે યથાવત રાખી ચૂકવવા પાત્ર રકમ એક લાખ વધારી સાવ લાખ કરવામાં આવે છે, જે ભવિષ્યે સભ્ય સંખ્યા વધતા વધી શકે છે..
૨)આ યોજનામાં ૩૦૦૦ થી વધુ સભ્યો થયે આ સભ્યોની ક્રેડીટ કો. ઓપ. બચત અને ધિરાણ મંડળી બનાવવામાં આવશે.


આ સિવાય અન્ય કોઈ પણ માહિતી માટે આપ આ યોજનાના ગ્રુપ લીડરનો કે મારો ગમે ત્યારે સંપર્ક કરી શકો છો. આ સાથે ગામ પ્રમાણે ગ્રુપ લીડરોની પણ યાદી અહી આપેલ છે.

સતત આપની સેવામાં ,
-ચિંતન આર. સચદે